Archive for April 2012
આક્રમક અમેરિકી ગોધા- બાયસન
ગુજરાતીમાં બાયસનને આપણે ગોધા અથવા તો ઘણખૂંટ કહી શકીએ. અમેરિકામાં થતાં આ કદાવર પ્રાણીઓ અમેરિકન બાયસન નામે જાણીતાં છે.
- તેનો દેખાવ દૂરથી જંગલી ભેંસ જેવો લાગતો હોવાથી ઘણા ખરા તેને ભેંસ માની લેવાની ભૂલ કરે છે.
- તેની ઊંચાઈ પાંચથી સાડા છ ફીટ સુધીની હોય છે.
- લંબાઈ ૭થી લઈને ૧૧.૫ ફીટ સુધીની હોય છે.
- વજન સવા ચારસોથી લઈને એક હજાર કિલોગ્રામ સુધીનું હોય છે.
- તેનું ગ્રુપ અંગ્રેજીમાં Herd તરીકે ઓળખાય છે.
- અમેરિકાના બર્ફીલા પ્રદેશમાં રહેતાં હોવાથી તેના શરીર પર ઠંડીથી રક્ષણ મળે એવી રુવાંટી છે. એ રુવાંટી ખરેખર ગરમ હોય છે. જેને કારણે તેને હાડ થીજાવીતી ઠંડી સામે પણ રક્ષણ મળે છે.
- કદાવર બાયસનની કોઈ સળી કરે તો એ કલાકના ૬૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. દોડતી વખતે તેની હડફેટે આવતો કોઈ પણ પદાર્થ ભાગ્યે જ સલામત રહી શકે છે.
- નવ મહિનાના ગર્ભધાન પછી માદા બાયસન એક બચ્ચાને જન્મ આપે છે.
- એક સમયે અમેરિકાના મેદાનોમાં કરોડોની સંખ્યામાં બાયસન હતા. ૧૯મી સદીમાં અમેરિકા પહોંચેલા યુરોપિયનોએ ખોરાક માટે બાયસનનો શિકાર શરૃ કર્યો અને એક જ સદીમાં ૫ કરોડ બાયસનનો શિકાર કરી નાખ્યો. પરિણામે આજે તેમની સંખ્યા ૨ લાખ કરતાં વધારે નથી.
- ભારતમાં પણ મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિતના કેટલાંક રાજ્યોમાં ઇન્ડિયન બાયસન થાય છે. એ આપણે ત્યાં જંગલી ભેંસ અથવા ગૌર તરીકે ઓળખાય છે. - ગુજરાતમાં ગૌર એકમાત્ર જૂનાગઢ ઝૂમાં છે.

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
શિંગડાંવાળો સાપ : મટિલ્ડા
આપણી આ પૃથ્વી પર અસંખ્ય પ્રકારના સજીવો રહે છે. અલગ અલગ આકારના અને રૃપરંગ ધરાવતા સજીવોનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે. અહીં વાત કરીશું એક આવા જ નવા દેખાયેલા સાપ વિશે. કોઈ ઝેરી તો કોઈ બિન ઝેરી એમ સાપની તો અસંખ્ય પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં ટાન્ઝાનિયાના જંગલમાંથી શિંગડાંવાળો સાપ મળી આવ્યો છે. શિંગડાં સાથે શરીર પર ભીંગડાં હોવાથી પણ આ સાપ અન્ય સાપથી અલગ પડી જાય છે.
મટિલ્ડાનો દેખાવ હેરત પમાડનારો છે. પીળા અને સહેજ કાળા રંગના ભીંગડાં ઉપરાંત ચમકતી બે લીલી આંખો તેના દેખાવને વધુ ભયાવહ બનાવે છે. આ સાથે જ બે અણીદાર શિંગડાં તો ખરાં જ. થોડા સમય પહેલાં વાઇલ્ડ લાઇફ પર સંશોધન કરતાં એક સંશોધકને પશ્ચિમ ટાન્ઝાનિયાના જંગલમાંથી આ મટિલ્ડા સાપ મળી આવ્યો હતો. તેના પર થોડો અભ્યાસ કરાયા પછી તેની માહિતી જાહેર કરવામાં આવી છે.
વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના ડિરેક્ટર ટીમ ડેવેનપોર્ટ અને તેના બે સહાયકોએ મળીને આ નવી જાતિના સાપને શોધી કાઢયો છે. આ અંગે વાઇલ્ડ લાઇફ સંશોધક ટીમ ડેવેનપોર્ટે કહ્યું કે, આ સાપ એકદમ બિનઝેરી છે અને તેની સાથે રમત કરનારને કનડતો પણ નથી. સંશોધન દરમિયાન અમે આ સાપને મટિલ્ડા કહીને બોલાવતા હતા. ત્યાર બાદ આ જ તેનું નામ પડી ગયું. ડિરેક્ટર ટીમ ડેવેનપોર્ટના કહેવા પ્રમાણે આ અંગે વધુ તપાસ કરતાં આવા માત્ર ત્રણ સાપ જ મળી શક્યા છે. આફ્રિકાનું આખું જંગલ ખૂંદ્યા પછી પણ સંખ્યામાં વધારો થઈ શક્યો નથી. સંખ્યા ઓછી હોવાથી આ પ્રકારના સાપનું મહત્ત્વ પણ વધી જાય છે. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી અનુસાર આ સાપની સંખ્યા કયા વિસ્તારમાં વધુ છે તેની ચોક્કસ માહિતી ન હોવાથી શિકારીઓના પંજામાંથી મટિલ્ડા સાપને બચાવી શકાતા નથી. આ વિશે વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે. વધુ માત્રામાં આવા સાપ અન્ય જંગલોમાં છે કે કેમ એની તપાસ હાથ ધરાઈ છે. શિંગડાં, ભીંગડાં ઉપરાંત એકદમ નિરુપદ્રવી સાપની આ અનોખી પ્રજાતિ ખરેખર જ અજોડ છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)