- Back to Home »
- Science Talk »
- પેનિસિલીનની શોધ કોણે કરી?
Posted by :
Harsh Meswania
Saturday, 3 August 2013
પેનિસિલીનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
19મી સદીમાં જર્મન વિજ્ઞાની રોબર્ટ કોચે તારણ આપ્યું કે બેક્ટેરિયા બિમારી ફેલાવવા માટે કારણભૂત છે ત્યારથી એ દિશામાં સંશોધનો થવા લાગ્યા હતા. સ્વચ્છતાને પણ ત્યારથી તંદુરસ્તી સાથે જોડવામાં આવી હતી.
દુનિયામાં મોટાભાગની માંદગી બેક્ટેરિયાને કારણે થાય છે અને બેક્ટેરિયા એકકોષી સજીવ છે. બેક્ટેરિયા એટલા તો સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાઈ નહીં, માત્ર માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે એટલે તેનો નાશ કરવા પણ ખાસ ટેકનિક વિકસાવવી પડે તેમ હતી. એ ટેકનિક જોકે અનાયાસે વિકસી હતી.
દુનિયામાં ઘણી બધી શોધો અકસ્માતે જ થઈ છે, તેમ બેક્ટેરિયાને નાશ કરનાર તત્ત્વ પેનિસિલીનની શોધ પણ અકસ્માતે જ થઈ હતી.
સ્કોટલેન્ડમાં જન્મેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વિજ્ઞાનીએ અકસ્માતે જ એવી શોધ કરી હતી કે જેના વડે બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે. બેક્ટેરિયાને મારી શકે એવું તત્ત્વ તેમને છોડમાંથી મળી આવ્યું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી જાતજાતના પ્રયોગો કર્યા હતા. આખરે લગભગ ૧૦ વર્ષની જહેમત બાદ તેમણે એ તત્ત્વ મળી આવ્યું અને એ રીતે પેનિસિલીનનો આવિસ્કાર થયો હતો.
પેનિસિલીનની શોધ માનવજાત માટે ઉપયોગી સાબિત થઈ પડી હતી. અનેક એવા રોગો હતા કે જે સામાન્ય દવાથી મટતા ન હતા. જ્યાં સુધી બેક્ટેરિયાનો નાશ ન થાય ત્યાં સુધી રોગના મૂળ સુધી પહોંચી શકાય તેમ નહોતું.
એ સમયે બેક્ટેરિયા દ્વારા ફેલાતી માંદગીને કારણે મૃત્યુનો દર ઊંચો જતો હતો અને બેક્ટેરિયાના મૂળ સુધી પહોંચીને ખતમ કરે એવા તત્ત્વની વિશ્વને તાતી જરૃર હતી. બરાબર એ જ સમયગાળામાં પેનિસિલીનની શોધ થઈ અને માનવજાતની સુખાકારીમાં પેનિસિલીનનો મોટો ફાળો નોંધાયો.
આ મહત્ત્વપૂર્ણ શોધ માટે એલેક્ઝાન્ડર ફલેમિંગને 1945માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. 6 ઓગસ્ટ, 1881માં જન્મેલા ફ્લેમિંગનું 73 વર્ષની વયે હાર્ટએટેકથી 1955માં લંડનમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને છેક સુધી અલગ અલગ વિષયો પર સંશોધનાત્મક વિભિન્ન સાયન્સ જર્નલ્સમાં લખતા રહેતા હતા. તેમણે પેનિસિલીન ઉપરાંત પણ બીજી ઘણી નાની-મોટી શોધો કરી હતી, જેના માટે નોબેલ ઉપરાંત પણ તેમના વિશ્વભરના અઢળક પુરસ્કારો મળ્યાં હતાં.
લંડનમાં ફ્લેમિંગના સન્માનમાં ફ્લેમિંગ મ્યુઝિયમ નામથી સાયન્સ મ્યુઝિયમ બનાવાયું છે, જે હવે લંડનના મુખ્ય આકર્ષણ પૈકીનું એક મનાય છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)