- Back to Home »
- Sign in »
- રાતા-પીળા થયેલા ખેલાડીઓને ઠંડા પાડતાં લાલ-પીળાં કાર્ડ્સ
Posted by :
Harsh Meswania
Sunday, 15 June 2014
ફિફા વિશ્વકપમાં ૩૨ દેશોના ખેલાડીઓ ઝનૂનપૂર્વક એકમેકને હરાવવા મેદાનમાં ઉતર્યા છે. આ જીતનો આવેગ ખેલાડીઓને આક્રમક બનાવી દે છે ત્યારે મેદાનમાં સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે એ માટે રેફરીના ગજવામાં રહેલાં વિવિધ કાર્ડ્સ સોસાયટીમાં રમતા-ઝઘડતાં બાળકોને ડારો આપતા વડીલની ગરજ સારે છે
ફૂટબોલ જેવી અતિ લોકપ્રિય રમત હોય, સંખ્યાબંધ ચાહકોની ચિચિયારી હોય, કોઈ પણ ભોગે દેશને જીત અપાવવાનું મક્કમ મનોબળ હોય, વિરોધી ટીમ પર તૂટી પડવાનો મજબૂત મનસૂબો હોય અને ફૂટબોલને કિક મારવા થનગનતા યુવા પગ હોય તો આક્રમકતા એની મેળે ભળી જાય છે! ખેલાડીઓ જોમ-જુસ્સાથી કૌવત બતાવીને જીત મેળવવા મરણિયા બને તો રમતને રસપ્રદ બનાવી શકે છે, પરંતુ ખેલાડીઓ કૌવતના સ્થાને કપટ કરવા માંડે ત્યારે રમતમાં ખેલદીલીને બદલે યુદ્ધ જેવી ઉગ્રતા આવી જતી હોય છે. આ સ્થિતિમાં ખેલાડીઓની ઉગ્ર લાગણી પર કાબૂ રહે તે માટે વિવિધ કાર્ડ્સની મદદ લેવામાં આવે છે. કોઈ ખેલાડીઓનું વર્તન અન્ય ખેલાડીઓને શારીરિક ક્ષતિ પહોંચાડતું લાગે કે તરત જ રેફરી તેને રેડ કાર્ડ દેખાડીને બહાર મોકલી દે છે. વિશ્વકપના ઈતિહાસમાં ચર્ચાસ્પદ બનેલા આવા જ કેટલાક બનાવો...
ડિએગો મારાડોના-મનની અકળામણ મેદાન પર કાઢી
૧૯૮૨માં બ્રાઝિલ સામેની એ મેચમાં આર્જેન્ટિના ગોલની હરીફાઈમાં પાછળ રહી ગયું હતું. વળી, રેફરીએ આર્જેન્ટિનાને મળવી જોઈતી પેનલ્ટી માન્ય ન રાખી. આર્જેન્ટિના પર હારનો ખતરો તોળાતો હતો. ડિએગો મારાડોનાએ ફાઉલ કર્યુ હતું એટલે તે વાંકમાં હતો. મારાડોના ખૂબ ઘૂંઘવાયો હતો. તેણે મનમાં રહેલી અકળામણ અને રોષ મેદાન પર કાઢ્યો. તેનો ભોગ બન્યો બટીસ્ટા, જે હજુ બે મિનિટ પહેલાં જ સબસ્ટિટયુટ તરીકે મેદાનમાં આવ્યો હતો. મારાડોના સામે રેફરીએ તેના આ વર્તન બદલ રેડ કાર્ડ ધર્યું અને તેણે મેદાન છોડી દેવું પડયું. છેવટે તો આર્જેન્ટિનાએ હારનો જ સામનો કરવો પડયો.
ડેવિડ બેકહમ-લેવા ગયો જો જશ તો અપજશ મળ્યો!
૧૯૯૮ વખતે ડેવિડ બેકહેમે હજુ નામ કમાવવાનું બાકી હતું. મેદાન પર તેના નામની ચિચિયારીઓ નહોતી પડતી કે નહોતો ક્રેઝ તેના જેવી હેર સ્ટાઇલ કરવાનો. એ સમયે ડેવિડ બેકહેમે પણ કાર્ડના કહેરનો સામનો કર્યો હતો. ૧૯૯૮ના વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ આર્જેન્ટિના સામેની મેચમાં બેકહમે આવેશમાં આવી જઈ આર્જેન્ટિનાના મિડફિલ્ડર ડિએગો સાયમનને કિક ફટકારી દીધી હતી. રેફરીએ બેકહેમની આ નાદાનિયત બદલ રેડ કાર્ડ બતાવીને તેને મેદાનની બહાર કર્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ છેવટે મેચ હારી ગયું. સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થયું. ટીમની હાર માટે ડેવિડ બેકહેમને દોષિત ગણવામાં આવ્યો. તેના ભાગે અપયશ આવ્યો કે તેના આવા અલ્લડ વર્તનના કારણે ટીમ પર તેની માનસિક અસર થઈ એટલે છેવટે ટીમને હારનો સામનો કરવો પડયો!
જોશ બટીસ્ટા-ગણતરીની સેકન્ડમાં રેડ કાર્ડની સિદ્ધિ!
૧૯૮૬ના એ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડને જીતવું જ પડે તેમ હતું, જ્યારે ઉરૃગ્વેને ડ્રો થાય તો પણ ખાસ વાંધો આવે એવું નહોતું. કોણ જાણે શું વિચારીને ઉરૃગ્વેનો ડિફેન્ડર જોશ બટીસ્ટા મેદાન પર ઊતર્યો હશે. મેચ ચાલુ થયાની ૫૬મી સેકન્ડે જ તેણે સ્કોટલેન્ડના ગોર્ડન સ્ટ્રેચનને પીઠ પર જ મુક્કો માર્યો. રેફરીએ એક ક્ષણે તેને રેડ કાર્ડ બતાવ્યું. વર્લ્ડ કપ જ નહીં, ફૂટબોલ ઇતિહાસનું આ સૌથી ઝડપી રેડ કાર્ડ હતું. મેચ શરૃ થયાની એક મિનિટ થાય એ પહેલા કોઈ ખેલાડીને રેડ કાર્ડ મળ્યાનું અગાઉ ક્યારેય નહોતું બન્યું. સામાન્ય રીતે રેડ કાર્ડની સ્થિતિ ત્યારે જ આવતી હોય છે. જ્યારે મેચ રસાકસીના માહોલમાં હોય અને જીતવા માટે ખેલાડીઓના દિમાગ તંગ હોય.
વેઈન રૃની-રેડ કાર્ડ સાથે ટીમની હારનો ટોપલો નફામાં
૨૦૦૬માં ઈંગ્લેન્ડની ટીમ સાથે ૧૯૯૮ની એક્શન રિપ્લે જ ભજવાઈ. જેમ બેકહેમને રેડ કાર્ડ મળ્યા પછી ટીમ હારીને બહાર થઈ હતી. એવું જ ફરી વાર થયું. આ વખતે બેકહેમને બદલે નામ હતું-વેઇન રુની. પોર્ટુગલ સામેની એ મેચમાં એવું થયું હતું કે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ રૃની સામે જોઈને આંખ મીચકારી અને રોષે ભરાયેલા રુનીએ રિકાર્ડો કરવાલ્હોને નિશાન બનાવ્યો. રુની રિકાર્ડો પર પડયો અને તરત જ રેફરીએ તેને રેડ કાર્ડ બતાવ્યું. ઇંગ્લેન્ડ પણ ફરી એક વાર વર્લ્ડ કપમાં પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું. હાર પછી રુની પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો.
રુડી-ફ્રેન્ક - હું તો જઈશ, તનેય સાથે લેતો જઈશ!
૧૯૯૦ના વિશ્વકપની એક મેચ વખતે એક સાથે બે-બે ખેલાડીઓને મેદાન છોડવંુ પડે તેવી નહીંવત બનતી ઘટના બની હતી. નેધરલેન્ડ - જર્મની વચ્ચેની મેચમાં આવી એક ઘટના બની હતી. નેધરલેન્ડના ફ્રેન્ક રિકાર્ડે મેદાનમાં આવતાની સાથે જ જર્મન સ્ટ્રાઈકર રુડી વોલરને નિશાન બનાવીને તેને હડફેટે લઈ નીચે પાડયો, રિકાર્ડના એ વર્તન માટે તેને યલો કાર્ડ દેખાડાયું. થોડી પળો પછી ડાઈવ લગાવી તે પાછો વોલર સાથે અથડાયો અને તેના કાન ખેંચી નાખ્યા. આ ઘટનાથી બંને વચ્ચે મેદાનમાં જ જામી પડી. બંને બાખડયા એટલે રેફરીએ બંનેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર જેવાનો હુકમ કર્યો.
ઝીનેડીન ઝીડાન-સ્ટાર ખેલાડીને ઉશ્કેરવાની રણનીતિ
૨૦૦૬ની ફાઈનલમાં ઈટાલી અને ફ્રાન્સ વચ્ચે તાજ મેળવવા સ્પર્ધા બરાબર જામી હતી. ૧-૧ ગોલ કરીને બંને ટીમોએ તાજ પર સરખી દાવેદારી નોંધાવી દીધી હતી. આગામી ગોલ કરવા જબરી રસાકસીનો માહોલ જામ્યો હતો. વાતાવરણ તંગ હતું. ખેલાડીઓમાં અકળામણ હતી, દર્શકોમાં ઉત્સાહ હતો. એમાં ફ્રાન્સના ઝીડાન પાસે આવી ઈટાલીનો માટેરાઝી કંઈક બોલીને તરત જ જતો રહ્યો. ઝીડાન ઉશ્કેરાટમાં હતો. થોડી વારમાં ફરીથી માટેરાઝી તેની આસપાસ ફરક્યો ત્યારે તેની રાહ જ જોતો હોય એમ ઝીડાન ત્રાટક્યો અને માટેરાઝી કંઈ સમજે એ પહેલા તો તેની છાતીમાં માથુ મારીને તેને નીચે પટકી દીધો. એ સાથે જ ઝીડાનને બહાર જવાનો સંકેત કરતું રેડ કાર્ડ બતાવાયું. અંતે ફ્રાન્સે ફાઇનલમાં હાર ખમવી પડી. પછીથી એવું કહેવાતું હતું કે ઝીડાનને બહાર કરવા ફ્રાન્સે ખાસ વ્યૂહરચના ઘડી હતી.
ક્યા રંગનું કાર્ડ કેવી પરિસ્થિતિમાં બતાવાય છે?
કાર્ડ દ્વારા ખેલાડીઓ પર અંકુશ લાવવાની શરૃઆત ૧૯૭૦ના મેક્સિકો વર્લ્ડ કપથી શરૃ થઈ. આવો પહેલ વહેલો વિચાર બ્રિટિશ રેફરી કેન એસ્ટનને આવ્યો હતો, જેમણે ટ્રાફિકની રૃલ્સની જુદી જુદી લાઈટસના આધારે યલો અને રેડકાર્ડના નિયમની ભલામણ કરી હતી. ખેલાડીનાં વાણી, વર્તનમાં કંઈક વાંધાજનક જણાય તો ખેલાડીને ટપારવા રેફરી યલો કાર્ડ બતાવીને ઓફિશિયલ વોનગ આપી શકે છે. એક વાર યલો કાર્ડ બતાવ્યા પછી પણ જો ખેલાડીના વર્તનમાં કોઈ બદલાવ ન આવે તો રેફરી ફરી વોનગ આપતા યલો કાર્ડ બતાવે, જેનો મતલબ કે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડે. ટીમમાં તેની જગ્યાએ કોઈ સબસ્ટિટયુટ ખેલાડીને રમવા દેવો કે નહીં તે નિર્ણય પણ રેફરી જ લે. ખાસ કિસ્સામાં, મામલો જ્યારે બહુ સંગીન હોય ત્યારે રેફરી સીધું જ રેડ કાર્ડ પણ બતાવી દે છે. રેડ કાર્ડ દેખાડે એટલે જે-તે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડેે. વળી, તેની અવેજીમાં કોઈ અન્ય ખેલાડી પણ રમી ન શકે. જે ખેલાડીને રેડ કાર્ડ બતાવાયું હોય એના પર એકથી લઈને ત્રણ મેચ સુધી પ્રતિબંધ લાગી શકે છે. જોકે, ખેલાડી પોતાના પર લાગેલા પ્રતિબંધ સામે અપિલ કરી શકે છે.