- Back to Home »
- Sign in »
- હેન્ડશેક : હાથ સે હાથ મિલાતે ચલો...
Posted by :
Harsh Meswania
Sunday, 5 October 2014
વિભિન્ન દેશોના સર્વસત્તાધીશોની બેઠક હોય કે કેન્ટિનમાં ગપાટા હાંકતા કોલેજિયન્સ હોય - બધા એકમેકને ઉષ્માભેર આવકાર આપવા શેકહેન્ડ કરે છે. હેન્ડશેક યાને હસ્તધૂનન એક આગવી તહેઝીબ છે, હસ્તધૂનન એક કળા છે અને હસ્તધૂનન એક પ્રોટોકોલ પણ છે...
૧ જાન્યુઆરી, ૧૯૦૭ના એ દિવસે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા વર્ષની ઉજવણી પૂરજોશમાં ચાલતી હતી. વિવિધ રાજ્યોના ગવર્નરો, દેશના ગણનાપાત્ર બિઝનેસમેન, રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, કલા-સાહિત્યની વિખ્યાત વ્યક્તિઓ વગેરે વ્હાઇટ હાઉસમાં એકઠા થયા હતા. અમેરિકન પ્રમુખ નિમંત્રિત મહેમાનોને મળીને અભિવાદન ઝીલી રહ્યા હતા. એક પછી મહેમાનો સાથે હાથ મિલાવીને પ્રમુખ જ્યારે પોતાની ખુરસી ઉપર બેઠા ત્યાં સુધીમાં તેઓ ૮,૫૧૦ લોકો સાથે હસ્તધૂનન કરી ચૂક્યા હતા. આ સાથે જ તેમણે વર્ષો સુધી અતૂટ રહેનારો વિક્રમ પોતાના નામે નોંધાવી દીધો હતો. આ ઘટનાને આજે 112 વર્ષ વીતી ગયા છે અને વ્હાઇટ હાઉસમાં ૧9 પ્રમુખો બદલાઈ ચૂક્યા છે. આજેય એક દિવસમાં સૌથી વધુ લોકો સાથે હસ્તધૂનન કરવાનો રેકોર્ડ અમેરિકાના ૨૬માં પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના નામે અંકિત થયેલો છે.
અમેરિકાના ૪૪માં પ્રમુખ બરાક ઓબામા કદાચ રૂઝવેલ્ટ કરતા વધુ લોકોને મળતા હશે-મળ્યા હશે, છતાં એ વિક્રમની લગોલગ પહોંચી શક્યા નથી. કદાચ એ રેકોર્ડની લગોલગ પહોંચવાની જરૂર પણ નથી. મોટા દેશના વડાઓ માટે હસ્તધૂનન કોલેજમાં મિત્રોને મળવા જેટલી સરળ વાત નથી હોતી. એમાં એક ચોક્કસ રસમને ફોલો કરવાની હોય છે એટલે રેકોર્ડ તોડવા ખાતર પ્રમુખ કે વડાપ્રધાન દોડીને કોઈ પણ સાથે હાથ મિલાવી લે એવું ય નથી બનવાનું!
માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વના કોઈ પણ દેશના સત્તાધીશથી રૂઝવેલ્ટનો વિક્રમ તૂટયો નથી અને હવે સતત વ્યસ્તતા વચ્ચે ઘેરાયેલા રહેતા નેતાઓથી આ રેકોર્ડ તૂટશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
***
આ ઘટનાના વર્ષો પછી ન્યૂ જર્સીના મેયર જોસેફ લેસેરોવે ૧૯૭૭ના જુલાઈ માસમાં એક દિવસમાં ૧૧,૦૦૦ લોકોને હેન્ડશેક (શેક હેન્ડ) કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. જોકે, રૂઝવેલ્ટે દેશના સર્વસત્તાધીશ તરીકે આ વિક્રમ કાયમ કર્યો હતો એટલે મેયર તરીકે જોસેફે નોંધાવેલા રેકોર્ડથી તેમનો રેકોર્ડ તૂટયો ન ગણાય. એ પછી તો દુનિયામાં શેકહેન્ડને લગતા ઘણા બધા વિક્રમો બન્યા છે-તૂટયાં ય છે.
આજે ૨૧મી સદીમાં હસ્તધૂનન આપણી તહેઝીબનો એક અભિન્ન હિસ્સો છે, પરંતુ ૧૬મી સદી સુધી તેનો વ્યાપ આજના જેટલો ન હતો. ઈંગ્લેન્ડના ઉમરાવ અને રાજાના માનીતા દરબારી સર વોલ્ટર રેલેફે બ્રિટિશ કોર્ટમાં ૧૬મી સદીના ઉતરાર્ધમાં શેક હેન્ડની પ્રથા શરૂ કરી હતી. રાજાના પ્રતિનિધિ તરીકે તેમના ભાગે કેટલોક વખત ન્યાય તોળવાનું કામ આવ્યું હતું. એ દરમિયાન નવી નવી શરૂ થયેલી વકાલત અંતર્ગત કોઈકનો મુક્દમો કોઈક અન્ય વાક્પટુ માણસ રજૂ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. જેના સંદર્ભમાં કેસનો નિવેડો આવે પછી સર વોલ્ટર બંને પક્ષકારો સાથે હાથ મિલાવતા હતા. એટલે એ અરસામાં શેક હેન્ડની રસમ વધુ લોકપ્રિય બનવા લાગી હતી.
જોકે, ૧૬મી સદીથી જ હેન્ડશેકનો પ્રારંભ થયો એમ પણ કહી શકાય તેમ નથી. કારણ કે ઈજિપ્તના પ્રાચીન શિલ્પોમાં બે વ્યક્તિ એકબીજાનું અભિવાદન કરવા માટે હસ્તધૂનન કરતા હોવાના સંકેતો મળ્યા છે. કેટલાક વર્ષો પહેલા બર્લિન આસપાસના એક ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૩૦૦-૩૫૦ના સમયગાળાની મનાતી કેટલીક મૂર્તિઓ મળી આવી હતી, જેમાં અલગ અલગ દેશના સૈનિકો હસ્તધૂનન કરીને સમજૂતિ કરતા હોવાનું દ્રશ્ય જોવા મળે છે.
કહેવાય છે કે ઈ.સ. પૂર્વ ૨૮૦૦ આસપાસ આકસ્મિક રીતે જ હસ્તધૂનનની પ્રથા શરૂ થઈ હતી. અચાનક જ ફાટી નીકળતા પ્રચંડ યુદ્ધના એ દિવસોમાં કોઈક અજાણ્યા લોકોને મૈત્રીનો અહેસાસ કરાવવા માટે અને હાથમાં હથિયાર નથી એવી પરોક્ષ સાબિતીના હેતુથી હાથ આગળ લંબાવાતો હતો. સામેની અજાણી વ્યક્તિ જો મૈત્રી સ્વીકારે તો બંને હાથ આગળ કરીને આગળ લંબાયેલા હાથને આવકાર આપતી સંજ્ઞાા કરે એટલે એક બીજાનો ખતરો ટળી જતો. આગળ જતાં આ પ્રથા વધુ મજબૂત, વધુ સ્વીકૃત થઈ ગઈ. જોકે, દેશકાળ પ્રમાણે હસ્તધૂનનની રીત-રસમ થોડી બદલાઈ જાય છે.
જેમ કે, મોટા ભાગના ઈસ્લામિક દેશોમાં મહિલાઓ પુરુષો સાથે શેકહેન્ડ નથી કરતી. તો પશ્વિમના દેશોમાં શેક હેન્ડની સાથે સાથે હળવું આલિંગન આપીને અને ગાલ પર ચૂંબન કરીને સ્ત્રી-પુરુષો એકમેકનું અભિવાદન ઝીલે છે. અમેરિકામાં સ્ત્રી-પુરુષો વચ્ચે હેન્ડશેકની બાબતમાં તફાવત નથી વર્તાતો હોતો, પણ અમેરિકાના એક સમયના કટ્ટર હરિફ રશિયામાં પુરુષો-પુરુષો સાથે અને મહિલાઓ-મહિલાઓ સાથે હસ્તધૂનન કરવાનું વધુ પસંદ કરે છે. પાર્ટીઝ કે સોશ્યલ ફંકશન્સમાં ભાગ્યે જ કોઈ મહિલા પુરુષ સાથે કે પુરુષ મહિલા સાથે શેક હેન્ડ કરવાની પહેલ કરે છે અને જો આવી પહેલ કોઈ કરે તો ઘણા રૃઢિવાદી રશિયન્સ તેને અસભ્ય વર્તનની કેટેગરીમાં મૂકી દે છે.
***
પ્રમાણમાં રૂઢિચૂસ્ત ગણાતા બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલા શેક હેન્ડ માટે પોતાનો હાથ આગળ ન કરે ત્યાં સુધી પુરુષો પહેલ નથી કરતા. બ્રિટનમાં મહિલાઓ તેને ન ગમતી વ્યક્તિ સાથે જાણી જોઈને હસ્તધૂનન કરતી નથી. એનો ઈરાદો સામેવાળી વ્યક્તિને તેના તરફના અણગમાનો સ્પષ્ટ સંદેશો આપવાનો હોય છે. શેક હેન્ડની પ્રતિક્રિયા પરથી મહિલાઓ પોતાની લાગણી વહેતી કરે છે. તો ઓસ્ટ્રેલિયામાં આવો કોઈ જ ભેદભાવ નથી રખાતો. સ્ત્રી-પુરુષનો ભેદભાવ તો દૂરની વાત છે, બાળકો સાથે પણ મોટેરાઓ જેટલા જ ઉમળકાથી હસ્તધૂનન કરવામાં આવે છે. જાહેર કાર્યક્રમો વખતે એક હરોળમાં હસ્તધૂનન કરતી વખતે જો બાળક પણ તેમાં સામેલ હોય તો તેને ય વયસ્ક વ્યક્તિ જેટલું જ સન્માન આપીને શેક હેન્ડ કરવામાં આવે છે.
ચીન-જાપાન-મલેશિયામાં 'વીક શેક હેન્ડ' કરવાનો ધારો પ્રચલિત છે. એટલે કે જેને ખરેખરું શેક હેન્ડ કહેવાય એવું એકદમ ઉમળકાસભર નહીં, પરંતુ હાથના પંજાને જરાક જેટલો જ હાથમાં લઈને છોડી દેવાની રીતને વીક શેક હેન્ડ કહે છે.
ભારતમાં હસ્તધૂનન બ્રિટિશ શાસનની અસર તળે આવ્યું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. કેમ કે, રાજા-રજવાડા વખતે હસ્તધૂનન પ્રચલિત હોવાનું સંભવ નથી. વળી, એ સમયે હાથ જોડીને જ રાજા-મહારાજા કે સૂબા-જમીનદારનો મલાજો જળવાતો. વળી, રાજાને ભાગ્યે જ એનાથી મોટા રાજાનું અભિવાદન કરવાનું આવતું. એ સિવાય સરખે સરખા હોદ્દાના કે વયના લોકો મળે ત્યારે ગળે મળીને લાગણી વ્યક્ત કરતા હતા એટલે એ રીતે પણ શેક હેન્ડની જરૃર એ સમયે વર્તાતી નહીં હોય.
આજના સંદર્ભમાં વાત કરવાની હોય તો વિશ્વભરમાં શેક હેન્ડ ખૂબ જ પ્રચલિત પ્રથા થઈ ગઈ છે. ગ્લોબલ વિલેજ બની રહેલી પૃથ્વી ઉપર આ રસમ પૂરબહારમાં ખીલી છે એના પરથી એેક વાત તો સ્પષ્ટ છે કે હવે હસ્તધૂનન એક બીજાના હૃદય સુધી સેતુ બનાવવાનું કામ કરે છે. પ્રોટોકોલ હોય તો પણ અને તહેઝીબ હોય તો પણ આજે રોજ બરોજના વ્યવહાર હસ્તધૂનન વગર ક્યાં સચવાય છે!
ઐતિહાસિક શેકહેન્ડ
* બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ, સોવિયેટ યુનિયન (રશિયા)ના જનરલ સેક્રેટરી જોસેફ સ્ટાલિન અને અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેને ૧૬ ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે હસ્તધૂનન કરીને બીજા વિશ્વયુદ્ધની નિશ્વિત મનાતી જીતની ઉજવણી કરી હતી.

* બીજા વિશ્વયુદ્ધના મંડાણ પહેલા જર્મનીના શાસક હિટલર અને બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર નેવિલ ચેમ્બર્લેઇન વચ્ચે થયેલી ઐતિહાસિક સંધી પછી હસ્તધૂનન થયું હતું. જોકે, એ સંધી લાંબી ચાલી નહોતી
* હંમેશા બાખડતા રહેલા ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંધી કરાવવાનું કામ તત્કાલિન અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને વ્હાઈટ હાઉસમાં ૧૯૯૩ની ૧૩મી સપ્ટેમ્બરે કરાવ્યું હતું ત્યાર પછી બંને નેતાઓએ શેક હેન્ડ કર્યું હતું
* ૧૬ વર્ષની વયે પ્રમુખ જ્હોન એફ કેનેડીને મળ્યા પછી કિશોર વયે બિલ ક્લિન્ટનની આંખમાં પ્રમુખ બનવાનું શમણું અંજાયું હતું.