- Back to Home »
- સજીવસૃષ્ટિ/Wildlife »
- ગ્રીન એનાકોન્ડા : પૃથ્વી પરનો સૌથી મોટો સાપ
Posted by :
Harsh Meswania
Saturday, 5 May 2012
- એનાકોન્ડા અજગર હોવાની માન્યતા છે, પણ હકીકતમાં એ સાપ છે.
- ગ્રીન એનાકોન્ડા જગતનો સૌથી મોટો સાપ છે.
- આ સાપ લંબાઈમાં ૨૯ ફીટ સુધી પહોંચી શકે છે. એટલે કે આપણે ત્યાં જોવા મળતી એસ.ટી. બસ જેટલી તેની લંબાઈ હોઈ શકે છે.
- તેનું વજન સવા બસો કિલોગ્રામ સુધીનું અને શરીરની ગોળાઈ એક ફીટ સુધીની હોય છે.
- સામાન્ય રીતે સજીવોમાં નરનું કદ મોટું હોય છે, પણ ગ્રીન એનાકોન્ડામાં માદા નર કરતાં કદાવર હોય છે. દક્ષિણ અમેરિકા ખંડના મોટા ભાગના દેશોમાં ગ્રીન એનાકોન્ડા જોવા મળે છે.
- સામાન્ય રીતે આ સજીવ એકદમ ગાઢવર્ષા જંગલોમાં રહે છે. પાણીવાળી જગ્યામાં પડયા પાથર્યા રહે અને બહુ ધીમી ચાલે ચાલતા હોય છે.
- પાણીમાં તે ઝડપથી ચાલી શકતા હોવાથી મોટા ભાગનો સમય પાણીમાં જ પસાર કરે છે. એનાકોન્ડાનું ગ્રુપ બેડ અથવા નોટ તરીકે ઓળખાય છે.
- ડુકર, કાચબા, હરણ, પક્ષીઓ, જેગુઆર નામના કાળા દીપડા અને ક્યારેક નાના કદની ગાય કે ભેંસ પણ એનાકોન્ડાનો શિકાર બનતાં હોય છે. તેનું આયુષ્ય લગભગ ૧૦ વર્ષ જેટલું હોય છે.
- એનાકોન્ડાનાં બચ્ચાં જન્મે ત્યારે જ ૨ ફીટ લાંબાં હોય છે. જન્મતાંની સાથે જ એ શિકાર કરી શકે છે અને પાણીમાં દોટ મૂકી શકે છે.
- તેના મોઢાની રચના એવી હોય છે, કે એ ખૂલે ત્યારે તેનું કદ મોટું થાય છે એટલે એ ભલભલાં પ્રાણીઓને સરળતાથી ગળી શકે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)