- Back to Home »
- Sign in »
- હેપી બર્થ ડે બાર્બી : મૈં હી મૈં હૂઁ, દૂસરા કોઈ કહાઁ!
Posted by :
Harsh Meswania
Sunday, 9 March 2014
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સદા યૌવનનું વરદાન ધરાવતી ડોલ બાર્બી બાલ-વૃદ્ધ, યુવક-યુવતીઓ.. એમ સૌ કોઈમાં લોકપ્રિય છે. આખા જગતની લાડલી બાર્બી ડોલ આજે ૫૫મો બર્થ ડે ઉજવી રહી છે.
એ આજે જોતજાતામાં ૫૫ વર્ષની થઈ ગઈ છે. આટલા વર્ષોમાં તે ઘણી બધી બદલાઈ ગઈ હોવા છતાં તેણે લોકપ્રિયતા અકબંધ રાખી છે. તેનું નામ પડતા ઉંમરના વાનપ્રસ્થાશ્રમમાં પહોંચેલા વડીલના ચશ્માધારી ચહેરા પર માયાળુ સ્મિત ફરકી જાય છે, તો પાંચ-સાત વર્ષના થયેલા બાળકો તેનું નામ લેતાની સાથે જ ગેલમાં આવી જાય છે. તેનો મરતબો સેલિબ્રિટીથી જરાય ઉતરતો નથી. અથવા કહો કે તેણે છેલ્લા ૫૫ વર્ષથી સેલિબ્રિટી જેવો દરજ્જો ભોગવ્યો છે. તે ઉંમરથી ભલે વનમાં પ્રવેશી હોય, પરંતુ તેના દેખાવમાં હંમેશા તાજગી રહી છે. ક્યાંય ઉંમર જરા પણ કળાતી નથી. ઉલ્ટાનું તેના દેખાવમાં વધુ નિખાર આવ્યો છે. કોઈ સદાબહાર કહેવાતી અભિનેત્રીને પણ શરમાવે એવી લોકચાહના તેણે પાંચેક દાયકાથી જાળવી જ નથી રાખી, પણ એમાં સતત વધારો ય કર્યો છે. હવે તો એ ઓનલાઇન ગેઇમ્સમાં પણ છવાયેલી રહે છે. તે જ્યારે પ્રથમ વખત જાહેરમાં દેખાઈ ત્યારે તેણે વ્હાઇટ-બ્લેક રંગના ઝિબ્રાપટ્ટા ધરાવતું સ્વિમસૂટ પહેર્યું હતું એટલે તેની સામે ઘણાં લોકોએ વાંધો ય ઉઠાવ્યો હતો. અવારનવાર તેના પર આરોપ લાગતા રહે છે કે તે યુવતીઓને ગેરમાર્ગે દોરે એવા વસ્ત્રો પહેરે છે. જોકે, તેની લોકચાહના સામે આ વાંધો લાંબો સમય ટકી નથી શકતો. તે છેલ્લા સાડા ચાર દાયકાથી કેન કાર્સન સાથે રિલેશનશીપમાં છે. ૨૦૦૪માં બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાય જશે એવી સંભાવના વ્યક્ત થઈ હતી, પણ તમામ અટકળોને ફગાવી દઈને અદ્લ સેલિબ્રિટી અદામાં બંનેએ ફરીથી પેચ-અપ કરી લીધું હતું. તેના પર અલગ અલગ સમયે વાર્તાઓ પણ લખાઈ છે. આટલા વર્ષેય તે હાઇસ્કૂલમાં જ ભણી રહી છે! તેની પાસે જુદી જુદી કંપનીઓની પાંચ-છ કાર છે, જે તે મરજી મુજબ ગમે ત્યાં હંકારી જાય છે. વળી, વધુ એક મજાની વાત એ છે કે તેની પાસે એરલાઇન્સનું લાયસન્સ પણ છે. ૨૧ ડોગ, ૬ કેટ અને એક ઘોડા સહિત ૫૦ પેટ્સ ધરાવતી ૫૫ વર્ષની આ હાઇસ્કૂલ ગર્લનું નામ છે-બાર્બરા મિલિસેન્ટ રોબર્ટ્સ ઉર્ફે બાર્બી.
***
અમેરિકાની મેટલ ટોય કંપનીના સહસ્થાપક ઇલિયટ નામના બિઝનેસમેનની પત્ની રૃથ હેન્ડલર તેના બે બાળકો સાથે ૧૯૫૬ના વર્ષમાં વિશ્વ પ્રવાસ કરી રહી હતી. એ દરમિયાન જર્મનીમાં તેણે એક થોડી નવા દેખાવની ઢીંગલી જોઈ. જર્મનીમાં તે બાઇલ્ડ લિલિના નામે ઓળખાતી હતી. તેના બાળકોને એ ખૂબ જ પસંદ આવી ગઈ હતી. રૃથને પણ તેમાં રસ પડયો. વળી, એ હંમેશા જોતી રહેતી કે તેની પુત્રી બાર્બરા જાડા કાગળમાંથી બનેલી ઢીંગલીઓ સાથે જ્યારે પણ રમતી ત્યારે તેને આધૂનિક કપડા પહેરાવીને શણગારવાનો પ્રયાસ કરતી હતી. બાર્બરાના નાનાભાઈ કેનેથને પણ આધૂનિક કપડાથી શણગારેલી ઢીંગલી બહુ ગમતી. બાર્બરાની ઢીંગલી માટે બંને ભાઈ-બહેનમાં રીતસરની લડાઈ જામી પડતી. જર્મનીમાં લિલિ ડોલને જોઈને રૃથ હેન્ડલરને વિચાર આવ્યો કે અમેરિકામાં એક એવી ડોલ હોવી જોઈએ જે પરંપરાગત ઢીંગલીઓ કરતા બહુ જ મોર્ડન હોય અને તેનો દેખાવ એટલો બધો મોહક હોવો જોઈએ કે ખરીદ્યે જ છૂટકો થાય! તેણે પોતાને આવેલો વિચાર બિઝનેસમેન પતિ ઇલિયટને કરી. ઇલિયટને રૃથના આઇડિયામાં દમ લાગ્યો એટલે એ કામ તેણે રૃથ પર છોડવાનું નક્કી કર્યું. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સહમતિ જતાવી એટલે કામ આગળ વધ્યું. ડોલનો દેખાવ કેવો હશે? તેના કેવા પ્રકારના કપડા પહેરાવવામાં આવશે? તેના વાળ કેવા રંગના હશે? વગેરે બાબતોમાં બે વર્ષ જેટલો સમય લાગ્યો. રૃથ હેન્ડલરની બે વર્ષની મહેનત બાદ અમેરિકન ઇન્ટરનેશનલ ટોય ફેસ્ટિવલમાં ૯મી માર્ચ, ૧૯૫૯ના રોજ તેને પ્રથમ વખત પ્રદર્શનમાં મૂકવામાં આવી. એ સાથે જ રમકડાંના ક્ષેત્રમાં એક નવું પ્રકરણ આલેખાયું. જેનું નામ હતુંઃ બાર્બી ડોલ. રૃથની પુત્રી બાર્બરાના નામ પરથી તેને બાર્બી એવું ટચૂંકડુ નામ આપવામાં આવ્યું હતું. ડોલના થોડાં એડલ્ટ દેખાવને કારણે ધીમા સૂરે વિરોધ પણ ઉઠયો હતો. જોકે, ઝડપથી વધતી જતી લોકપ્રિયતા સામે વિરોધ બહુ ટક્યો નહીં. અમેરિકામાં ચોમેર બાર્બી ડોલ બાર્બી ડોલ થવા લાગ્યું હતું. બાર્બીની લોકપ્રિયતામાં પેલી જર્મન ડોલ બાઇલ્ડ લિલિએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વાત જાણે એમ હતી કે મેટલ ટોય કંપનીએ ૧૯૬૪માં જર્મન ડોલ બાઇલ્ડ લિલિના હકો મેળવી લીધા અને પછી તેનું ઉત્પાદન સદંતર બંધ કરી દીધુ. કારણ કે કંપની ઈચ્છતી હતી કે બાર્બી સામે મજબૂત સ્પર્ધા પૂરી પાડે એવી એક પણ ડોલ માર્કેટમાં હોવી ન જોઈએ!
***
બાર્બી અમેરિકન માર્કેટમાં ઉપલબ્ધ બની ત્યારથી જ તેણે એક હથ્થું શાસન ભોગવવાનું શરૃ કરી દીધું હતું. તેને ટિનએજ ફેશન મોડેલ માનવામાં આવવા લાગી હતી. અમેરિકાની આ ડોલનું પ્રથમ વખત ઉત્પાદન જાપાનમાં થયું હતું. ડોલને પ્રદર્શનમાં મૂકાઈ એ જ વર્ષે કંપનીના દાવા પ્રમાણે ૩,૫૦,૦૦૦ બાર્બીનું વેંચાણ થયું હતું. બાર્બીને વ્યૂહ રચના મુજબ માર્કેટ સર કરવા મૂકાઈ હતી. રમકડાં ક્ષેત્રમાં આ એક માત્ર એવી ડોલ હતી કે તેની કમર્શિયલ જાહેરાત પણ કરવામાં આવી હતી. બાળકો માટેની કોઈ પ્રોડક્ટની ટેલિવિઝન જાહેરાત થઈ હોય એવી પણ બાર્બી પ્રથમ પ્રોડક્ટ હતી.

બાર્બીના ડ્રેસિંગ માટે આજે કંપની પાસે ૭૦ ફેશન ડિઝાઇનર છે અને દરેક પાસે પોતાની ટીમ છે, જે આગામી સમયમાં માર્કેટમાં આવી રહેલી બાર્બી માટે વર્તમાન ટ્રેન્ડ મુજબ કપડાની પસંદગી કરે છે. બાર્બી અત્યાર સુધીમાં સ્કૂલ ટિચરથી લઈને ડોક્ટર, બિઝનેસ એક્ઝિક્યુટિવ, અવકાશયાત્રી જેવા કેટ-કેટલા લિબાસમાં આવી ચૂકી છે. સીધું જોતી અને લાંબાં વાળ ધરાવતી બાર્બી ૧૯૯૨માં માર્કેટમાં મૂકાઈ હતી, જે આજ સુધીમાં બાર્બીનું સૌથી વધુ વેંચાયેલું મોડેલ છે. કંપનીએ એક વખત માર્કેટ રિસર્ચ કર્યું હતું ત્યારે સામે આવ્યું હતું કે વિશ્વભરમાં એક લાખ ગ્રાહકો એવા છે કે જે બાર્બીનું દરેક મોડેલ ખરીદી લે છે અને તેની પાસે છેક ૧૯૫૯થી લઈને ૫૫ વર્ષમાં આવેલા બાર્બીના બધા જ રૃપ રંગ, કદ-કાઠીના મોડેલ ઉપલબ્ધ છે. અમેરિકામાં ૪૫ ટકા લોકો વર્ષે બાર્બી પાછળ ૬૦ હજાર રૃપિયાનો ખર્ચ કરે છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં પ્રતિ સેકન્ડ ૩ બાર્બી વેંચાય જાય છે. આવી લોકપ્રિયતાની કોને ઈર્ષા ન આવે?!
બાર્બીની કિંમત બરાબર એક ભારતીયનો પગાર!
અમેરિકન અને યુરોપિયન માર્કેટ સર કર્યા પછી કંપનીની નજર એશિયાઈ દેશો પર ઠરી. ખાસ કરીને ભારત-ચીન અને જાપાન. ૧૯૮૦માં ભારતીય માર્કેટમાં બાર્બી ડોલનું આગમન થયું ત્યારે તેની કિંમત હતી ૨૩૬ રૃપિયા. એ સમયે નોકરી કરતા સરેરાશ ભારતીયનો એક માસનો પગાર માંડ ૨૦૦ રૃપિયા થવા જતો હતો. ત્યારે આ ડોલ લેવા માટે તેને આખો પગાર ખર્ચવો પડે એવી સ્થિતિ હતી. એટલે કે શરૃઆતમાં આ ઢિંગલીનો સંગાથ માત્ર ધનવાનોના સંતાનો જ માણી શકે એવી સ્થિતિ હતી. પશ્ચિમી પોશાકમાં જ સજ્જ બાર્બી ભારતમાં ખાસ ન સ્વીકારાતાં સમય જતાં બાર્બીએ ભારતીય પોશાકમાં ઢિંગલીઓ પણ માર્કેટમાં મુકવાનું શરૃ કર્યુ (બાજુની તસવીર). પ્રારંભના વર્ષોમાં બાર્બીની સૌથી વધુ ખપત સ્વિડનમાં થતી હતી. આજેય એમ મનાય છે કે સ્વિડનની કુલ જનસંખ્યા કરતા પણ વધારે બાર્બી ત્યાં વેંચાઈ ગઈ છે. જોકે, બાર્બીનું વિશાળ માર્કેટ તો આજેય અમેરિકા અને યુરોપમાં જ છે. ૨૦૦૭માં થયેલા એક સર્વે મુજબ અમેરિકાની ૩થી ૧૦ વર્ષની છોકરી પાસે એવરેજ ૮ બાર્બી ડોલ હોય છે.