- Back to Home »
- Sign in »
- મારી ભિક્ષુક થવાની કહાની કોણ માનશે?
Posted by :
Harsh Meswania
Sunday, 30 March 2014
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સાઉદી અરબમાં ઈશા નામની ભિક્ષાવૃત્તિ કરતી ૧૦૦ વર્ષની મહિલા ૬ કરોડની સંપત્તિ છોડીને મૃત્યુ પામી. તેણે બધી સંપત્તિ દાનમાં આપી દીધી હતી. એક માણસ એવો ય છે જેની સંપત્તિ ૨૫ કરોડ રૃપિયા છે. ૯૯ વર્ષની વયે પણ તે ભિક્ષાવૃત્તિ કરે છે. કારણ કે...
ન્યુયોર્કના અનાથાલયમાં રહેતો એક બાળક બીજા બધા બાળકોનું અને અનાથાલયના સ્ટાફનું ભારે મનોરંજન કરી જાણે. બીજા લોકોના ચાળા પાડવાથી લઈને પોતાનું કશુંક નવું બનાવેલું તે રજૂ કરીને વાહ વાહી લૂંટતો રહે. તેની મનોરંજનની આ આવડતના કારણે તે અનાથાલયમાં બધાનો વ્હાલો થઈ ગયો. પછી તો તેને આ આવડતના જોરે થોડી ઘણી કમાણી કરતા ય આવડી ગયું. અનાથાલયની આસપાસના વિસ્તારમાં ફરીને પોતાની કળા રજૂ કરે અને એમાંથી બે પૈસાની કમાણી રળીને નાના મોટા મોજ-શોખ પૂરા કરે. ભાઈબંધોેને પણ ખાવા-પીવાની લહેજત માણવાનું આમંત્રણ આપે અને એ રીતે જીવનનો આનંદ માણે. પરંતુ તેણે પોતાની એક વાત કોઈને વર્ષો સુધી ન જણાવી કે તે અનાથ નથી. તેના માતા-પિતા બુ્રકલિનમાં દારૃણ ગરીબીમાં સબડતા હતા એટલે તેને અહીં મૂકી દેવામાં આવ્યો હતો. થોડો વધુ સમજણો થયો એટલે તેણે અનાથાલયને અલવિદા કહી દીધું અને લોસ એન્જલસમાં આવી ચડયો. એ સમય હતો ૧૯૩૦ આસપાસનો. ત્યારે અમેરિકા 'ધ ગ્રેટ ડિપ્રેશન' તરીકે ઓળખાતી આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યું હતું. તેણે જાતે લોસ એન્જલસની શાળામાં પ્રવેશ મેળવ્યો. સાથે સાથે નાના મોટા મજૂરી કામ કરીને ગુજારો કર્યો. વળી, પોતાની મનોરંજનની આવડતનો ઉપયોગ પણ કરતો રહેતો.
૮-૧૦ વર્ષ લોસ એન્જલસમાં ગાળ્યા પછી તે ફરીથી ન્યુયોર્ક પાછો ફર્યો. મ્યુઝિકલ કોમેડી શો બનાવતા એક થિયેટરમાં તેણે લેખનની નોકરી મેળવી લીધી. નાટકો ઉપરાંત ટેલિવિઝન શ્રેણી અને ત્યાર બાદ ફિલ્મનું ક્ષેત્ર પણ સર કર્યું. માત્ર લેખનમાં જ નહીં, કોમેડી એક્ટર તરીકે ય ખ્યાતિ મેળવી. પાંચ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા જ્યોર્જ કાર્લિનથી લઈને લિજેન્ડરી ડિરેક્ટર વૂડી એલન સાથે તેણે કામ કર્યું. તેણે ક્રિએટ કરેલા પાત્રો ય ચિર સ્મરણીય બન્યા. કોમેડીમાં તેમનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે- ડબલ ટોક કોમેડી. એક જ શબ્દ કે વાક્યના બે મતલબ કાઢીને દર્શકોને ગૂંચવી દેવાની જે તરકીબ ફિલ્મમાં હવે બહુ અખત્યાર થાય છે તેના વાહક આ લેખક-કોમેડિયન છે. અનાથાલયમાં રહેતો એ છોકરો અને પછી એક્ટર-ફિલ્મ લેખક બનીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનારો કલાકાર એટલે ઈરવિન કરી. આજે આ ઈરવિન કરી શું કરે છે? જવાબમાં કોઈ એમ કહે કે ભિક્ષાવૃત્તિ તો? તો તરત જ વિચાર આવે કે ઘણા બધા કલાકાર-કસબીઓ સાથે બને છે એવું ઈરવિન સાથે પણ બન્યું હશે. જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા આ કલાકાર પાસે કદાચ મુફલિસીમાં ભિક્ષાવૃત્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચ્યો હોય એવી અટકળ પણ સ્હેજે બંધાય જાય. લેકિન, કિંતુ, પરંતુ... ઈરવિનના કિસ્સામાં વાત થોડી નોખી છે. એ ભિક્ષાવૃત્તિ કરે છે કારણ કે.....
***
મેનહટનના પૂર્વ ભાગમાં એક ભિક્ષુક ખોડંગાતા પગલે વાહન ચાલકો પાસે આવીને મામૂલી રોકડ રકમ માટે કાકલૂદી કરે છે. અમુક વાહન ચાલકો તેની સામુ જોવાનું સુદ્ધા ટાળે છે. અમુકને તેના ચહેરા પર વર્તાતી વયના કારણે કરૃણા ઉપજે છે એટલે જે હાથ લાગે એ રકમ આપી દે છે. બદલામાં ભિક્ષુક તેની તરફ અખબાર લંબાવે છે. કોઈક વાહન ચાલક તેની પાસેથી અખબાર લઈ લે છે. કોઈ એમ જ હાથ ઊંચો કરીને જતા રહે છે. ભિક્ષુક 'થેન્ક યુ', 'ગોડ બ્લેસ યુ' કહીને આભારની લાગણી જતાવે છે. અહીંથી દરરોજ પસાર થતાં લોકો તેને બરાબર ઓળખે છે. કેમ કે, તે આ જ વિસ્તારમાં છેલ્લા સત્તરેક વર્ષથી આ કામ કરે છે. ભિક્ષાવૃત્તિથી તેને દિવસના લગભગ ૧૦૦ ડોલર તો મળી જ રહે છે. ક્યારેક દિવસ બહુ સારો જાય તો ૨૫૦ ડોલર પણ એકઠાં થઈ જાય છે. ઘણી વખત અજાણ્યા રાહદારીઓને ય તેનો ચહેરો જાણીતો લાગે છે. પણ રાહદારીઓ એવું ધારી લે છે કે કદાચ બીજે ક્યાંક તેને જોયો હશે. એવું તો કોણ માને કે તે સ્ટેજ પરના કાર્યક્રમને જીવંત કરી શકતો ખૂબ જ સારો કલાકાર, એક જમાનાનો ગણનાપાત્ર અભિનેતા અને કોેમેડીના લેખનમાં અનોખી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનારો લેખક ઉપરાંત સામાજિક કાર્યકર અને ડાબેરી વિચારધારાને વરેલો સંનિષ્ઠ રાજકીય કાર્યકર પણ રહી ચૂક્યો છે!
ઉંમરના ૯૯ વર્ષના પડાવે પહોંચેલા ઈરવિન કરીને આમ જોઈએ તો આ રીતે ભિક્ષુકની જિંદગી જીવવાની કોઈ જ જરૃરીયાત નથી. તેમની પાસે ૨૧ કરોડની કિંમતનું પોતાનું એક ભવ્ય મકાન છે. એ સિવાયની તેમની પાસે ત્રણ-ચાર કરોડની સંપત્તિ પણ છે. નોકર-ચાકર રાખીને ઘરમાં આરામ ફરમાવે એટલો ખર્ચ તેમને પરવડી શકે તેમ છે. છતાં તેમને આ રીતે હવે માફક આવી ગયું છે. એની પાછળ ઈરવિનનો એક હેતુ છે. જે તેમને સતત ભિક્ષાવૃત્તિ કરવા પ્રેરે છે. તેમની નેમ છે કે દવાના અભાવે બાળકોના અપમૃત્યુ થાય છે એ સ્થિતિમાં જો થોડો ઘણો ફરક પોતાના કારણે પડે તો જીવનનો છેલ્લો પડાવ સાર્થક થયો લેખાશે. દિવસ દરમિયાન મળેલી ભિક્ષાનો ઈરવિનના ચોપડે પાક્કો હિસાબ હોય છે. સાંજે ઘરે પહોંચે કે પહેલું કામ રોકડ ગણીને તેની નોંધ ટપકાવવાનું કરે છે. ઈરવિને એવી વ્યવસ્થા ગોઠવી રાખી છે કે દરરોજ એકત્ર થયેલી રકમ મોડી રાત સુધીમાં બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરતી સંસ્થા સુધી પહોંચી જાય છે. ઈરવિન ભિક્ષાવૃત્તિ કરી રહ્યાં છે એ વાતની જાણ તેમણે જાતે કરી ત્યાં સુધી કોઈને ય ખબર નહોતી કે એક જમાનાનો એક્ટર-પોલિટિશ્યન અને લેખક મેનહટનના રસ્તા પર ફરીને ભિખ માંગી રહ્યો છે. ન્યુયોર્કના અગ્રણી અખબાર ન્યુયોર્ક ટાઇમ્સને ઈરવિને તેમના ઘરે બોલાવીને પોતાના જીવન અંગે જાણકારી આપી ત્યારે દુનિયાને ખબર પડી કે ઈરવિન અત્યારે શું કરી રહ્યાં છે અને શું કામ કરી રહ્યાં છે!

ઈરવિન કરીએ ન્યુયોર્ક ટાઇમ્સને મુલાકાતમાં જણાવ્યું તે પ્રમાણે તેમણે ઘણા કારણોથી આ કામ પસંદ કર્યું હતું. તેમનું બાળપણ દારૃણ ગરીબીમાં વિત્યું હતું એનો રંજ દૌલત-શોહરત કમાવા છતાં દિલમાંથી જતો નહોતો. ઈરવિનના માતા-પિતા પાસે પોતાના સંતાનને ખવડાવવાના પૈસા ય નહોતા, તો પછી દવાના તો ક્યાંથી હોય! બિમારી વખતે કોઈ જ ઈલાજ વગર બેસી રહેવું પડતું અને તબિયત એની જાતે સારી ન થાય ત્યાં સુધી એ જ રીતે દર્દમાં કણસતા રહીને દિવસો પસાર કરવા પડતા. પોતાની જેમ આ સ્થિતિ અન્ય ગરીબ બાળકોને ન ભોગવવી પડે એવા આશયથી તેમણે પોતાના છેલ્લા વર્ષો બાળકોના સ્વાસ્થ્ય માટે ખર્ચી દીધા. બીજુ એક કારણ તેમણે આપ્યું કે તેમની પત્નીના અવસાન પછી તેમને એકલતા સાલતી હતી. એકલતામાંથી ઉભરવા માટે આ રસ્તો વધુ યોગ્ય લાગ્યો. દિવસભર રઝળપાટ રહે એટલે ઘરે જવાનો તો સવાલ રહેતો નહોતો. વળી, દિવસભરના થાકના કારણે રાત પણ સારી ઊંઘમાં વીતી જતી હતી. તેમને એવું પૂછાયુ કે તમે તો પૈસાપાત્ર માણસ હોવા ઉપરાંત એક કલાકાર છો એટલે ભિક્ષાવૃત્તિ સિવાય પણ પૈસા એકઠાં કરીને બાળકોના આરોગ્ય માટે કેમ કામ ન કર્યું? ઉત્તરમાં ૯૯ વર્ષેય ભિખ માંગવાનું ખરૃ કારણ છતું કરતા ઈરવિન કરીએ કહ્યું કે 'દુનિયાના દૌલતમંદ લોકો અઢળક રકમ દાનમાં આપતા હોય છે. એમાં ય ગરીબીમાંથી ધનવાન બનેલા લોકો દાનની સરવાણી વહેતી કરતા પણ ખચકાતા નથી હોતા. પરંતુ મારા માટે આ વિકલ્પ ખૂબ જ મહત્ત્વનો હતો. કારણ કે, હું મારા બાળપણના ગરીબીના દિવસો ક્યારેય ભૂલી નથી શક્યો... કારણ કે, હું અન્ય ઘણાં ગરીબ બાળકોની જેમ બાળપણમાં ભિખારી બનતા બનતા રહી ગયો હતો... કારણ કે, હું ભિખ માંગીને જરૃરતમંદ બાળકોમાંથી કોઈ એકને પણ ભિક્ષુક બનતો અટકાવીશ તો મારું આયખું સફળ થયું માનીશ!'
૩૧મી માર્ચ, ૧૯૧૪માં જન્મેલા ઈરવિન કરી આવતી કાલે શતાયુ થશે...