- Back to Home »
- Sign in »
- સુપર શેરપાઃ એક પા બધા, બીજી પા અપા
Posted by :
Harsh Meswania
Sunday, 4 May 2014
એવરેસ્ટ આરોહણની સિઝન શરૃ થઈ ત્યાં જ એક સાથે ૧૬ શેરપાના મોત થયા છે. સુરક્ષા સહિતની વિભિન્ન બાબતો પર શેરપાઓએ સજીરકાર સામે મોરચો માંડયો છે. જેમાં શેરપાના હકો માટે ખોંખારીનું બોલનારું એક નામ એટલે અપા શેરપા. આ એ જ અપા છે જેના નામે સૌથી વધુ ૨૧ વખત એવરેસ્ટ સર કરવાનો વિશ્વ વિક્રમ નોંધાયેલો છે.
ખેલ-કૂદની ઉંમરે તેના પર પરિવારની બધી જ જવાબદારી આવી ગઈ હતી. તે સમજણો થયો ત્યારે જ તેને ખબર પડી ગઈ હતી કે ત્રણ ભાઈઓ-બે બહેનો અને વિધવા માતાની જવાબદારી તેના શિરે આવી પડી છે. ૧૨ વર્ષની વયે તેણે શાળાનો અભ્યાસ પડતો મૂકી દીધો. જે મળે એ તમામ ગજા બહારના કામો પણ કરવા લાગ્યો. એવરેસ્ટની તળેટીમાં આવેલું થેમ ગામ તેનું વતન. ત્યાં ખેતી કરી શકાય એવી તેના પૂર્વજોની થોડી જમીન પણ હતી. મજૂરી કરવા ઉપરાંત તે થોડો ઘણો સમય ખેતી કરવામાં પણ વિતાવતો હતો. તે ૨૪-૨૫ વર્ષનો હતો તે સમયગાળામાં એવરેસ્ટ આરોહણ માટે વિશ્વભરમાંથી સાહસિકોના ધાડા હિમાલયની તળેટીમાં આવવા લાગ્યા હતા. તેને હવે મજૂરી માટે ક્યાંય ભટકવાની જરૃર નહોતી. કેમ કે, સાહસિકો સાથે જતા શેરપાઓને સામાન થોડે ઉપર સુધી પહોંચાડવા માટે મજૂરોની ખપ રહેતી.
તે પર્વતારોહણ માટે આવતા સાહસિકોના કૂલી કમ કિચનબોયની જવાબદારી ઉપાડી લેતો અને તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતો. એ દરમિયાન પોતે જ્યાં રહેતો હતો તે થેમ ગામમાં ભયંકર પૂર પ્રપાત થયો, જેમાં તેના ખેતરની સ્થિતિ હતી ન હતી જેવી થઈ ગઈ. તે ખૂબ નાસીપાસ થઈ ગયો. તેણે વિચાર્યુ હતું કે સમય મળ્યે ખેતી કરવા તરફ વધુ ધ્યાન આપીને ખેડૂત બની જઈશ, પણ કિસ્મતે કરવટ બદલી હતી. ૧૨ વર્ષનો હતો ત્યારે જીવનનો એક મોડ આવ્યો હતો અને હવે ૨૪ વર્ષનો થયો ત્યારે બીજો મોડ આવ્યો. પર્વતારોહણમાંથી જે મળે તે કમાણી રળવાનો એક માત્ર વિકલ્પ બચ્યો હોય એવું તેને લાગ્યું.
તેણે એવરેસ્ટ આરોહણ કરવા જતા ગાઇડ શેરપાઓ પાસેથી એવરેસ્ટ ચડવાની બધી બારિકાઈ શીખવા માંડી. પોતે પણ હિમાલયની ગોદમાં તો ઉછર્યો જ હતો એટલે હિમાલયના મિજાજનો તેને બરાબર પરિચય હતો. વળી, તે છેલ્લા કેટલાક વર્ષોથી સાહસિકોના કૂલીની જવાબદારી તો ઉપાડતો હતો એટલે એ રીતે એવરેસ્ટના શિખરો સાથે નાતો બંધાયો હતો. નીચેના શિખરો સુધી સામાન મૂકવા જતી વખતે તેને કેટલી ય વાર વિચાર આવ્યો હતો કે જો એવરેસ્ટ શિખર સુધી પહોંચવાનું થાય તો વળતર સારું મળે અને જેના ખોળામાં ઉછર્યો છે તેની સૌથી ઊંચી ચોટીએ એક વખત પહોંચવું તો છે જ. તેણે સાથી શેરપાઓ પાસેથી સાંભળ્યું હતું એ પ્રમાણે એવરેસ્ટ દુનિયાનું સર્વોચ્ચ શિખર હતું અને એટલે જ વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને એવરેસ્ટ સર કરવા એડી-ચોટીનું જોર લગાવતા હતા. તેણે મનોમન નિર્ધાર કર્યો કે હવે તો એવરેસ્ટ પહોંચ્યે જ પાર!
* * *૧૯૯૦ સુધીમાં તો તેણે એવરેસ્ટ સર કરવાના ચાર-ચાર પ્રયાસ કરી જોયા હતા. તેને તમામ પ્રયાસોમાં નિષ્ફળતા મળી. એક-બે નજીકના મિત્રોએ તો તેને થોડા વર્ષોના વિરામ પછી પ્રયત્ન કરવાની સલાહ આપી. જોકે, તેણે હવે મનોમન નક્કી નાખ્યું હતું કે એવરેસ્ટ તો સર કરવો જ પડશે, વળતર અને સાહસ બંને માટે. ૧૯૯૦માં ન્યુઝિલેન્ડની એક ટીમને શેરપાની જરૃર હતી. સિઝન પૂરબહારમાં ખિલી હતી એટલે શેરપા મળવા મુશ્કેલ હતી. એ ટીમમાં વળી પ્રથમ એવરેસ્ટ આરોહકનું સન્માન મેળવનારા એડમંડ હિલેરીના પુત્ર પિટર હિલેરી પણ હતા. બીજા શેરપાની વ્યવસ્થા ન થતાં અંતે ચાર નિષ્ફળ પ્રયાસો છતાં આ શેરપા પર પસંદગી ઉતારાઈ. એ સાથે જ શરૃ થઈ તેની ઐતિહાસિક સાહસ સફર.
એક...બે...ત્રણ...ચાર...પાંચ...છ.... આ આંકડો તો પછી ખૂબ નાનકડો થવા લાગ્યો. ૧૯૯૦ પછીનું એક પણ વર્ષ એવું ન હોય કે જેમાં આ શેરપાએ એવરેસ્ટ આરોહણ ન કર્યું હોય. પછી તો તેનું નામ જ સુપર શેરપા પડી ગયું. એવરેસ્ટ આરોહણ તેના ડાબા હાથનો ખેલ થઈ ગયો હતો. જેના નામે સૌથી વધુ એવરેસ્ટ ચડવાનો વિશ્વ વિક્રમ બોલે છે એ સુપર શેરપા એટલે અપા શેરપા.
૧૯૯૦થી લઈને ૨૦૧૧ સુધીમાં અપા શેરપાએ ૧૯૯૬ અને ૨૦૦૧ને બાદ કરતા દર વર્ષે એવરેસ્ટના ઊંચા શિખરે પગ મૂક્યો હતો. ૧૯૯૨માં તો બબ્બે વખત એવરેસ્ટની સર્વોચ્ચ ચોટીએ પહોંચ્યા હતા. વચ્ચેના સમયગાળામાં ઘણા વર્ષો એવા ય હતા જેમાં અપાની ટીમે વચ્ચેથી જ પ્રવાસને પડતો મૂકવો પડયો હોય. નહીંતર આ આંકડો કદાચ હજુય મોટો હોત. છેલ્લે તો એવું થઈ ગયું હતું કે પોતે જ પોતાના પૂરાણા રેકોર્ડ્સ ધ્વસ્ત કરીને નવા આયામો સ્થાપિત કરે. જેમ કે, ૧૯૯૦થી ૧૯૯૫ સુધીમાં લગલગાટ સાત વખત એવરેસ્ટ સર કરવાનો વિક્રમ પછીથી તેમણે જ તોડયો. ૨૦૦૨થી ૨૦૧૧ દરમિયાન તે સતત ૧૦ વખત એવરેસ્ટ ઉપર પહોચ્યા હતા. એ વખતે તેમણે પોતાનો વિક્રમ જ તોડયો હતો. એ જ રીતે ૨૦૧૧માં જ્યારે ૨૧મી વખત એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે ય પોતાની સામે જ સ્પર્ધા કરીને પોતે વિક્રમ નોંધાવ્યો હતો. તેમના રેકોર્ડનું મૂલ્ય એટલા માટે વધી જાય છે કે તેમણે માત્ર રેકોર્ડ નોંધાવવા માટે જ પ્રયાસો નથી કર્યા, પણ શેરપાઓને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે એમાંય તેમનો નોધપાત્ર પ્રદાન છે. હિમાલયના શિખરો પર વધી રહેલો કચરો સાફ કરવાની દરકાર પણ તેમણે કરી છે. અને હવે શેરપાઓના હકો માટે પણ તેમણે પોતાનો સ્પષ્ટ મત ખોંખારીને રજૂ કર્યો છે. જેના કારણે સરકારે પગલા ભરવાની તૈયારી દર્શાવી છે.
* * *
'એવરેસ્ટ અને શેરપાઓના કારણે નેપાળની વિશ્વભરમાં ઓળખ છે. બીજા દેશોના લોકો માટે નેપાળ એટલે શેરપાઓનો દેશ, નેપાળ એટલે જગતનું ઉન્નત મસ્તક ધરાવતો દેશ. પરંતુ દેશમાં ખરેખર તો શેરપાઓની હાલત ગંભીર છે. જેના પર વિશ્વાસ મૂકીને દુનિયાના ખૂણે ખૂણેથી સાહસિકો નેપાળમાં આવે છે એ શેરપાઓનો દેશમાં કંઈ જ આધાર નથી. યાત્રા દરમિયાન અવારનવાર નડતા અકસ્માત પછી ન તો તેના પરિવારજનોને મોતનું સરખું વળતર મળે છે કે ન તો અન્ય સુરક્ષા કવચ. આરોહણ કરવા નીકળ્યા પછી ઘરે ન પહોંચે ત્યાં સુધી પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટેલા રહે છે. રસ્તામાં ગમે ત્યારે ગમે એવી દૂર્ઘટના બની શકે છે. હું આ દૂર્ઘટનાથી હચમચી ગયો છું. એક સાથે ૧૬ સાહસિકોના મોત થયા હોય એવું આજ સુધી બન્યું હોવાનું મને યાદ નથી. શેરપા પાસે આવકનો બીજો કોઈ જ મોટો સ્ત્રોત નથી એટલે સરકારે શેરપાની સુરક્ષા-વીમો-આરોગ્ય ઉપરાંત તેના પરિવાર વિશે પણ યોગ્ય નિર્ણય કરવો જોઈએ.'
અપા શેરપાએ નેપાળ સરકાર સામે શેરપાઓની તરફેણમાં આવો અભિપ્રાય આપ્યો એટલે વિશ્વભરના મીડિયાએ તેની નોંધ લીધી. જેના કારણે નેપાળ સરકાર પર દબાણ વધ્યું છે. અપાના ઉદાહરણો આપતી નેપાળ સરકાર શેરપાઓ માટે ઉદાહરણીય કશુંક કરે છે કે કેમ એ જોવાનું રહેશે!
અપાએ આ વખતે શેરપાઓ માટે અવાજ ઉઠાવ્યો છે. અગાઉ હિમાલયના શિખરો ઉપર સાહસિકો દ્વારા થઈ રહેલા કચરા માટે ય તેમણે ઝુંબેશ કરી હતી. તેઓએ પોતાની ટીમ સાથે પાંચ ટન કચરો એકઠો કરીને શિખરોની સફાઈ આદરી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે એવરેસ્ટના શિખરો પર પડતી વિપરિત અસર ખાળવા પણ તેઓ હંમેશા પ્રયત્નરત રહ્યા છે. પહેલા કામ મેળવવા સાહસ ખેડયું હતું. હવે શિખરોના પ્રેમ માટે સાહસ ખેડી રહ્યાં છે.