- Back to Home »
- Sign in »
- ગુરતેજ સંધુ : ૧૨૦૦ સંશોધનો ઉપર હક ધરાવતું ભારતીય નામ
Posted by :
Harsh Meswania
Sunday, 28 February 2016
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
એક સમયે સૌથી વધુ પેટન્ટ ધરાવતા સંશોધકોમાં થોમસ એડિસનનું નામ બોલાતું હતું. વર્ષો સુધી તેમના નામે એ વિક્રમ રહ્યો પછી કેટલાક સંશોધકોએ એ વિક્રમ તોડીને એડિસનની આગળ પોતાનું નામ દર્જ કર્યું. એ યાદીમાં એક ભારતીય સંશોધકનું નામ પણ સામેલ છે.
ગુરતેજ સંધુએ ૧૨૦૦ કરતાં વધુ પેટન્ટ પર પોતાનું નામ કોતરાવ્યું છે. જેના પ્રતાપે તેમણે નામ-દામ બંને મેળવ્યાં છે. વિશ્વભરના ફળદ્રુપ સંશોધકોમાં તેઓ પહેલી હરોળમાં સ્થાન પામે છે.
થોમસ આલ્વા એડિસન દુનિયાના પહેલા એવા સંશોધક હતા, જેમણે પોતાનાં સંશોધનમાંથી માસ પ્રોડક્શન કરવાનો પરવાનો લીધો હતો. સંશોધક અને બિઝનેસમેન એવી બંને ઓળખ એકસાથે આપવી પડે એવું એ વિજ્ઞાાનજગતનું પહેલું નામ હતું. એ પહેલાં સામાન્ય રીતે એવો શિરસ્તો હતો કે વૈજ્ઞાાનિકો સંશોધન કરીને પોતાના નામની પેટન્ટ નોંધાવે પછી કોઈ બિઝનેસમેન એ હકો ખરીદીને પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ કરાવતા. પરિણામે કમાણી સંશોધકને ઓછી અને બિઝનેસમેનને વધુ થતી.
થોમસ એડિસન પહેલા એવા વિજ્ઞાાની હતા, જેમણે વિચાર્યું કે સંશોધન અને માસ પ્રોડક્શન બંને એક સાથે કેમ ન થઈ શકે? અને તેમણે એ બંને બાબતો સફળતાપૂર્વક કરી બતાવી. વળી, સંશોધન પણ ગણ્યું-ગાંઠયું નહીં, માસ પ્રોડક્શનની જેમ માસ પેટન્ટ પર નામ નોંધાવ્યું. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ૧૦૮૦ પેટન્ટ પર થોમસ આલ્વા એડિસનનું નામ રજિસ્ટર થયું હતું.
અલગ અલગ દેશમાં રજિસ્ટર પેટન્ટની ગણતરી કરવામાં આવે તો તો ૨૩૦૦ પેટન્ટ પર હક હોવાનો એડિસનનો દાવો હતો. બિઝનેસમેન અને સંશોધક એમ બંને મોરચે એડિસનનો દબદબો હતો. એક તરફ તેમણે સંશોધન માટે ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ લેબોરેટરી બનાવી હતી, જેમાં ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટનું સંશોધન થતું. તો બીજી તરફ બિઝનેસમેનને છાજે એવા અંદાજથી માર્કેટમાં એ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવતા હતા. ૧૯૩૧માં એડિસનનું નિધન થયું ત્યારે સંખ્યાની દૃષ્ટિએ આટલી માતબર પેટન્ટ્સ પર હક ધરાવતો હોય એવો દુનિયામાં એક પણ સંશોધક ન હતો. અમેરિકાના જ્હોન એફ ઓ'કોનર પાસે બધું મળીને ૮૦૦-૯૦૦ નાના-મોટા હકો નોંધાયા હતા એટલે સૌથી નજીકના સંશોધક જ્હોન હતા. એ પછી આલ્બર્ટના નામે ૯૯૩ પેટન્ટ રજિસ્ટર થતાં એડિસનનો વિક્રમ તૂટશે એમ મનાતું હતું, પણ એ વિક્રમ ન તૂટયો. આ આલ્બર્ટ એટલે આઈન્સ્ટાઇન નહીં, પણ કેનેડાના વિજ્ઞાાની જ્યોર્જ આલ્બર્ટ.
એડિસનના મૃત્યુ પછી ઊભરેલા કેટલાય સંશોધકોએ એક હજારના આંકડાને પાર કરવાના પ્રયાસો કર્યા હતા, પણ એડિસનનો વિક્રમ આખી વીસમી સદી પૂરી થઈ છતાં અડીખમ હતો. આ વિક્રમ એડિસનના નિધન પછી ૭૨ વર્ષે તૂટયો. જાપાની સંશોધક-બિઝનેસમેન શૂનપેઇ યામાઝાકીએ એડિસનનો સૌથી વધુ પેટન્ટનો રેકોર્ડ ૨૦૦૩માં તોડયો. હવે ૭૪વર્ષીય યામાઝાકી એડિસનથી ક્યાંય આગળ છે. તેમના નામે ૪૩૦૦ કરતાં વધારે પેટન્ટ બોલે છે, પણ તેમ છતાં એ પહેલા નંબરે નથી.
પહેલો નંબર ૪૭૦૦ પેટન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયન વિજ્ઞાાની કિઆ સિલ્વરબૂ્રકના નામે છે. સિલ્વરબૂ્રકે ૨૦૦૮માં સૌથી વધુ પેટન્ટ ધરાવતા સંશોધકનો ખિતાબ યામાઝાકી પાસેથી મેળવી લીધો. ૫૮ વર્ષના સિલ્વરબૂ્રક સતત પેટન્ટ નોંધાવતા જાય છે એ જોતાં આગામી સમયમાં તેના નામનો વિક્રમ તોડવો મુશ્કેલ બની જશે. સૌથી વધુ પેટન્ટનો વિક્રમ તોડવાની દોડમાં એક ભારતીય સંશોધક પણ શુમાર છે. ૪૭ વર્ષના ભારતીય વિજ્ઞાાની ગુરતેજ સંધુ અત્યારે દુનિયાના પાંચ સૌથી વધુ પેટન્ટ ધારકોમાં પાંચમા નંબરે છે.
***
માતા-પિતાનો વિજ્ઞાાનનો વારસો ગુરતેજ સંધુને મળ્યો હતો. ઘરમાં વિજ્ઞાાનનું વાતાવરણ હતું એટલે બાળપણથી જ ગુરતેજ સંધુને વિજ્ઞાાન તરફ લગાવ બંધાયો. શાળામાં બીજા બધા વિષયો કરતાં તેમને ગણિત અને વિજ્ઞાાન વધારે આકર્ષે. માતા-પિતા વિજ્ઞાાન સાથે નાતો ધરાવતાં હતાં એટલે તેમની વિજ્ઞાાન-ગણિત તરફની રુચિ સહજ હતી, પણ ધીમેે ધીમે સમજાયું કે વિજ્ઞાાન કરતાં એન્જિનિયરિંગમાં તેમને વધુ મજા પડે છે. કોલેજમાં આવતા સુધીમાં તો તેમણે પોતાનો નિર્ણય ઘરમાં સંભળાવી દીધો : 'મેડિસીન સાથે કામ લેવાને બદલે મને ટેકનોલોજી સાથે કામ લેવાનું વધુ ફાવે છે એટલે ટેકનોલોજીમાં જ આગળ વધવું છે'. ઘરમાં એ નિર્ણયને સ્વીકારી લેવાયો અને એમ તેમણે આઈઆઈટી-દિલ્હીમાં એડમિશન લીધું.
'૯૦ના દશકમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આઈઆઈટી જેવી સંસ્થામાંથી બહાર નીકળીને મોટી નોકરીના સપનાં જોતાં હતાં ત્યારે સંધુએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની તૈયારી આદરી દીધી હતી. આઈઆઈટીમાંથી બહાર નીકળીને તેમને સિદ્ધિ છલાંગ અમેરિકામાં લગાવવી હતી. ઊજળો સ્ટડીટ્રેક અને સજ્જતાથી તેમને અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. અમેરિકામાં તેમણે ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં તો એકથી એક ચડિયાતી કંપનીઓ તેમને જોબ આપવા લાઈનમાં ઊભી હતી. સામાન્ય રીતે એકથી એક સારા વિકલ્પો હોય ત્યારે હોનહાર વિદ્યાર્થીઓ સૌથી મોટી કંપનીને પસંદ કરે છે, પણ ગુરતેજ સંધુએ તેનાથી વિપરીત કર્યું. મેમરી ચિપ્સ બનાવતી ટોચની ૧૫ કંપનીઓને બાજુ પર રાખીને આજથી અઢી દશકા પહેલાં સંધુએ ૧૬મા નંબરની કંપની માઇક્રોન પર પસંદગી ઉતારી.
મોટી કંપનીઓને બદલે છેક ૧૬મા નંબરની કંપનીને પસંદ કરવા અંગે એક વખત તેમણે કહ્યું હતું એમ પીએચ.ડીના પ્રોફેસર અને મેન્ટર ડબલ્યુ કે ચૂએ તેમને આવો નિર્ણય લેવા માટે સમજાવ્યું હતું. પ્રોફેસરનો તર્ક હતો કે મોટી કંપનીમાં ઊંચા હોદ્દે બેસી જવાશે, પરંતુ તેમાં નવા સંશોધન સામે અનેક મર્યાદાઓ હશે. જેમ કંપની મોટી હશે એમ આપમેળે સંશોધન કરવાની તક ઘટતી જશે. કંપની માર્કેટમાં વર્ચસ્વ ધરાવતી હશે એટલે તેની પ્રોડક્ટમાં ધરખમ ફેરફાર કરવાના પક્ષમાં ક્યારેય નહીં હોય. જો કામ કરવું હોય અને વિકસવું હોય તો બજારમાં જગ્યા કરી રહેલી કંપની પસંદ કરવી જોઈએ કે જેમાં સંશોધનનો ભરપૂર અવકાશ હોય.
પ્રોફેસરની સલાહને માન્ય રાખીને સંધુએ એ સમયે વિકસી રહેલી; મેમરી માઈક્રોચિપ્સ બનાવતી કંપની માઇક્રોનમાં નોકરી સ્વીકારી. જેવા સંશોધનની ધારણા માટે તેમણે માઇક્રોન પર પસંદગી ઉતારી હતી એવું સંશોધન કરવાનો તેમને ભરપૂર અવકાશ પણ માઇક્રોનમાં મળ્યો.
અને એમ શરૃ થઈ તેમની એક પછી એક પેટન્ટના સંશોધનની સફર...

'નવા વિચાર માટે દિન-રાત લેબોરેટરીમાં જ રહેવાની જરૃર નથી પડતી. અચાનક દિમાગમાં વિચાર ઝબકી જાય પછી લેબોરેટરી તો એને ડેવલપ કરવાનું કામ કરે છે. મને અહીં પૂરતી મોકળાશ મળે છે એટલે નવા નવા વિચાર પર સંશોધન કરું છું અને મહેનતને અંતે પરિણામ પણ મળે છે એટલે પેટન્ટનું લિસ્ટ લાંબું થતું જાય છે.' અઢળક ક્રિએટિવ વિચારો અને તેના પછી થતી મહેનતને ગુરતેજ સંધુ થોડા શબ્દોમાં જ વર્ણવી દે છે. તેમનું પ્રદાન કંપની માટે અને માઇક્રોચિપ્સ ઈન્ડસ્ટ્રી માટે બહુ મહત્ત્વનું છે. માઇક્રો-ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીની અઢળક પ્રોડક્ટના તેઓ પાયોનિયર ગણાય છે. નિતનવા પ્રયોગો કરીને નવા નવા પદાર્થમાંથી તેમણે બનાવેલી માઇક્રોચિપ્સ ટિકાઉ અને સસ્તી હોવાના કારણે માત્ર માઇક્રોન કંપની જ નહીં, પરંતુ તેની હરીફ કંપનીઓ પણ હક ખરીદીને તેનું પુષ્કળ પ્રોડક્શન કરે છે.
ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના એન્જિનિયર તરીકે કંપનીમાં જોડાયેલા ગુરતેજ સંધુ અત્યારે માઇક્રોન કંપનીમાં એડવાન્સ ટેકનોલોજીના ડિરેક્ટર છે. આવડતના બળે તેમણે ઈજનેરથી ડિરેક્ટર બનવા સુધીની લાંબી સફર તય કરી છે. કંપની બજારમાં જે નવી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે તેની તમામ જવાબદારી ગુરતેજ સંધુની રહે છે. કંપનીમાં થતાં સંશોધનો સીધા તેમની નિગરાની હેઠળથી પસાર થાય છે. આટલા બિઝી રહેવા છતાં સતત આવતા ક્રિએટિવ વિચારો પર સમય કાઢીને કલાકો સુધી તેઓ કામ કરે છે, પરિણામે આજે સ્માર્ટફોનથી લઈને મ્યૂઝિક પ્લેયરમાં કામ આવતી મેમરીચિપની જુદી જુદી કેટલીય પ્રોડક્ટ્સ પર ગુરતેજ સંધુનું નામ નોંધાઈ ચૂક્યું છે. ૪૭ વર્ષના આ સંશોધકે છેલ્લાં ૨૦-૨૨ વર્ષમાં ૧૨૦૦ કરતાં વધુ પેટન્ટ પર પોતાનું નામ કોતરાવ્યું છે. આ પેટન્ટના પ્રતાપે તેમણે નામ-દામ બંને મેળવ્યાં છે. વિશ્વભરમાં ફળદ્રુપ દિમાગના સંશોધકોમાં તેઓ પહેલી હરોળમાં સ્થાન પામે છે. ગુરતેજ સંધુ સંખ્યાત્મક રીતે આપણા દેશમાં સૌથી વધુ પેટન્ટ ધરાવતા વિજ્ઞાાની છે અને વિશ્વના ટોચના પાંચ પેટન્ટ ધારકોમાં તેમનું નામ શુમાર થાય છે.
થોમસ આલ્વા એડિશનનો વિક્રમ તો તેમણે ક્યારનોય તોડી નાખ્યો છે. એક જાપાનના અને એક કેનેડાના એમ બે સમવયસ્ક વિજ્ઞાાનીઓને પણ તેમણે પાછળ રાખી દીધા છે. હવે ગુરતેજ સંધુથી આગળ ચાર સંશોધકો છે. ચારમાંથી ત્રણ સંશોધકો હજુ એક્ટિવ છે, પણ એ તમામ સંશોધકો કરતાં ઓછી વય ગુરતેજ સંધુનું જમા પાસું છે. ભારતીય સંશોધક તરીકે તેમના નામે 'મોસ્ટ પ્રોલિફિક ઈન્વેન્ટર' તરીકેનો ખિતાબ હોય તો એ ભારત માટે ગૌરવની વાત લેખાશે.