- Back to Home »
- Sign in »
- ૨૦૬ દેશ, ૮૨૦ મેચ, ૨૩૦૩ ગોલ!
Posted by :
Harsh Meswania
Sunday, 22 June 2014
રોમાંચક વિશ્વકપ પહેલાના ક્વોલિફાઇંગ મુકાબલા કેવા હતા?
ફિફા વિશ્વકપ રોમાંચના મધ્યાહને પહોંચ્યો છે. દિવસે દિવસે ફૂટબોલ ચાહકોની આતૂરતા વધતી જાય છે. ૩૨ દેશો વચ્ચે એક બીજાથી ચડિયાતા સાબિત થવાની હોડ જામી છે, પણ આ હોડના દોઢ વર્ષ અગાઉ ૨૦૬ દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મુકાબલા ખેલાય છે. જેમાંથી શ્રેષ્ઠ ૩૨ ટીમો પસંદગી પામે છે. વિશ્વકપનો જંગ એટલે રોમાંચક બની જાય છે, કારણ કે શ્રેષ્ઠ વચ્ચે શ્રેષ્ઠ સાબિત થવાની હરિફાઈ હોય છે...
ફિફા વિશ્વકપ દરમિયાન મેદાનમાં જેટલો ઉન્માદ હોય છે એટલો જ ઉત્સાહ મેદાનની બહાર લાખો ચાહકોમાં હોય છે. ખેલાડીઓના પગથી મેદાનમાં આમથી તેમ ફંગોળાતો બોલ જેમ જેમ ગતિ પકડે છે તેમ તેમ દર્શકોનું ઝનૂન પણ વેગવંતુ બની જાય છે. એક તરફ ખેલાડીઓ બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડવા અધીરા બને છે, તો બીજી તરફ મેદાનમાં ચિચિયારીઓ બૂલંદ બનતી જાય છે. એક તરફ બંને ટીમની છાવણીમાં ઘડીક ઉત્સાહનો ઉછાળો આવે છે તો ઘડીક નિરાશાથી મસ્તક નમી જાય છે. બીજી તરફ ટેલિવિઝન સેટ સામે બેસીને લાખો દર્શકો એ બધુ જોવા માટે આંખનું મટકુ મારવાનું પણ ભૂલી જાય છે. ફૂટબોલ માટે આટલી બધી દિવાનગી શા માટે? એનો જવાબ મેળવવા માટે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ડોકિયું કરવું રહ્યું!
વર્લ્ડકપમાં રમવા માટે ૨૦૮ દેેશો હરોળમાં હોય છે!
ફિફા વિશ્વકપ માટે બે-અઢી વર્ષ પહેલા ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાવાના શરૃ થઈ જાય છે. આ વર્લ્ડકપ માટે છેક ૧૫ જૂન, ૨૦૧૧થી ક્વોલિફાઈંગ રાઉન્ડનો પ્રારંભ થયો હતો. ક્રિકેટમાં ટેસ્ટ ટીમનો દરજ્જો ધરાવતી બધી જ ટીમોને વિશ્વકપમાં રમવા મળે છે, પણ ફિફામાં એવું નથી હોતું. રેન્કિંગમાં પહેલા નંબરે હોય કે છેલ્લા નંબરે, બધી જ ટીમોના ક્વોલિફાઈંગ રાઉન્ડના દેખાવના આધારે વિશ્વકપમાં પ્રવેશ મળે છે. ફિફાના નિયમ પ્રમાણે જે દેશ આયોજક હોય તેને સીધો પ્રવેશ મળી જાય છે. બીજો પ્રવેશ ગત વિશ્વકપની વિજેતા ટીમને મળે છે. ૩૨ દેશો વચ્ચે રમાતા આ વિશ્વકપમાં એક આયોજક અને એક ગત ચેમ્પિયનને બાદ કરતા બાકીના ૩૦ દેશોની ટીમોને પ્રવેશ આપવાનો હોય છે. એ માટે ફિફાના ૨૦૬ (કુલ સભ્યો ૨૦૮ દેશ છે, પણ આયોજક અને વિશ્વ ચેમ્પિયન દેશને બાદ કરતા) દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મેચોમાં જ બરાબરનો જંગ જામે છે. એમાં પાણી મપાય જાય કે કોના પગમાં ગોલ કરવાનું અને ગોલ રોકવાનું પાણી છે!
આ વખતના વિશ્વકપ માટે ૮૨૪ મેચો રમાવાની હતી, પરંતુ ભૂતાન, બુ્રનેલ, ગુઆમ અને મોરિટાનિયાએ છેક સુધી ક્વોલિફાઇંગ માટે દાવેદારી ન મોકલતા અંતે ૮૨૦ મેચો રમાઈ હતી. જૂન, ૨૦૧૧થી શરૃ થયેલા ક્વોલિફાઇંગ રાઉન્ડ છેક ૨૦ નવેમ્બર, ૨૦૧૩માં ઉરૃગ્વે-જોર્ડન વચ્ચે મેચ રમાઈ ત્યારે પૂરા થયાં હતાં. ફિફાના ટોચના ૨૪ રેન્કિંગ ધરાવતા દેશોમાંથી ૨૩ દેશોએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સારો દેખાવ કરીને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મેળવીને પોતાના રેન્કિંગને ખરું સાબિત કર્યું હતું. આ વખતેના ક્વોલિફાઇંગ મુકાબલા કેટલા મજેદાર હશે એનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે કુલ ૮૨૦ મેચોમાં ૨૩૦૩ ગોલ થયા હતા. એટલે કે મેચ દીઠ એવરેજ ૨.૮૦ ગોલ!
ફિફાના સભ્યો દેશોને એશિયન ફૂટબોલ કન્ફેડરેશન, કન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ નોર્થ-સેન્ટ્રલ અમેરિકા એન્ડ કેરેબિયન એસોસિએશન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ સાઉથ અમેરિકા ફૂટબોલ, ઓસેનિયા ફૂટબોલ કન્ફેડરેશન અને યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન એમ ૬ સંઘોમાં વહેંચવામાં આવ્યા છે.
આ બધા સંઘોની ટીમને બે ગૃપમાં વહેંચીને મેચ રમાડવામાં આવે છે. દરેક ગૃપમાં વિજેતા અને ઉપવિજેતાને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મળી જાય છે. એ પછી બાકી રહેલી ૬ જગ્યાઓ માટે ગૃપમાં ત્રીજા નંબરે રહેલી ટીમો વચ્ચે સ્પર્ધા કરાવીને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રક્રિયા જટિલ છે. જોકે, ફૂટબોલ ચાહકોને જેટલી મજા વિશ્વકપમાં આવે છે એટલો જ આનંદ ક્વોલિફાઇંગ મુકાબલામાં પણ આવે છે. એટલે જ ક્વોલિફાઇંગ મેચમાં પણ દર્શકો ઉમટી પડતા હોય છે. ફૂટબોલ વિશ્વની કદાચ એવી એક માત્ર રમત છે કે જેની ક્વોલિફાઇંગ મેચ પણ કોઈ રસપ્રદ સીરિઝ જેટલી રોમાંચક બની રહે છે.
શકિરાને ભલે સાંભળો, પણ સત્તાવાર સોંગ નથી!
૨૦૧૦ના ફિફા વર્લ્ડકપ વખતે શકિરાનું સોંગ વાકા વાકા ખૂબ જ લોકપ્રિય થયું હતું. એ ફિફા દ્વારા રીલિઝ થયેલા બે સત્તાવાર સોંગ પૈકીનું એક હતું. જોકે, આ વખતે શકિરાએ લા લા લા... સોંગ રજૂ કર્યું છે એટલે મોટા ભાગના ફૂટબોલ ચાહકોએ તેને ફિફાનું સત્તાવાર સોંગ માની લીધું છે, પણ ખરેખર એ શકિરા દ્વારા રજૂ થયેલું સોંગ છે. ફિફાને એ સોંગ સાથે કશી જ લેવા દેવા નથી. ફિફાએ તો અન્ય ત્રણ સોંગ રીલિઝ કર્યા છે. જેમાં પિટબુલ-જેનિફર લોપેજનું સોંગ 'વી આર વન', 'વી વિલ ફાઇન્ડ અ વે' અને 'ટાટુ બોમ ડા બોલા'નો સમાવેશ થાય છે. આ સિલસિલો આમ તો ૧૯૬૨થી શરૃ થયો છે. ચીલીમાં યોજાયેલા એ વિશ્વકપ વખતે 'એલ રોક ડેલ મુન્ડિઅલ' સોંગ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું ત્યારે તે ખૂબ લોકપ્રિય થયું હતું. તેની લોકપ્રિયતાથી પ્રેરાઈને પછીથી દરેક વખતે એક અથવા બે સોંગ રીલિઝ કરીને વિશ્વકપ પહેલા બરાબર માહોલ જમાવી દેવામાં આવે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી હવે ઓફિશ્યલ થીમ સોંગ, ઓફિશ્યલ એન્થમ અને મેસ્કોટ સોંગ એવા અલગ અલગ નામે વિશ્વભરના લોકપ્રિય પર્ફોર્મર્સને લઈને રોમાંચક મુકાબલાઓ પહેલા રસદાર સોંગ રજૂ કરી દેવામાં આવે છે. આ બધા સોંગના કારણે છેલ્લા થોડા વર્ષોથી વિશ્વકપ પહેલા જ પૂરતો માહોલ બની જાય છે. ફિફા દ્વારા રજૂ થતાં સત્તાવાર સોંગ સિવાય અલગ-અલગ કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે અને વર્લ્ડકપની લોકપ્રિયતાનો લાભ લેવા માટે સોંગ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શકિરાની જેમ વિશ્વભરના કલાકારો પણ પોતાની જાતે સોંગ રીલિઝ કરતા હોય છે.
વિશ્વકપનો વિરોધ સરકાર માટે માથાનો દુખાવો
ફિફા વિશ્વકપની સાથે સાથે જ વિશ્વકપમાં વપરાતી મોટી રકમ સામે બ્રાઝિલમાં વિરોધનો સૂર ઉઠયો છે. ખાસ તો બ્રાઝિલના આદિવાસીઓએ સરકાર સામે મોરચો માંડયો છે. ગયા વર્ષે બ્રાઝિલમાં ફિફા વિશ્વકપ માટે બેઠક મળી ત્યારે જ આમ તો વિરોધ થયો હતો, પણ એ સમયે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા ન હોવાથી સરકારે એ વિરોધને ગંભીરતાથી લીધા ન હતા. શરૃઆતમાં માત્ર આદિવાસીઓ દ્વારા જ વિરોધ પ્રદર્શનો થતાં હતાં, પરંતુ હવે પાટનગર બ્રાઝિલિયાના નાગરિકો પણ વિરોધમાં જોડાયા છે એટલે સરકાર માટે મુશ્કેલી વધી છે. વિરોધ બે મુદ્દાને લઈને થઈ રહ્યો છે. એક તો સરકાર મોટો ખર્ચ વિશ્વકપના આયોજન પાછળ કરે છે એને બદલે નાગરિક સુવિધામાં વધારો કરે એવી સ્વાભાવિક માંગણી લોકોની ઉઠી છે.
બીજી તરફ બ્રાઝિલના આદિવાસીઓએ નાગરિક સુવિધા પાછળ ખર્ચ કરવાની સાથે સાથે બ્રાઝિલના જંગલ પરત્વે સરકારની ઉદાસિનતા સામે વિશ્વભરના પ્રચાર માધ્યમોનું ધ્યાન પડશે એ ગણતરી કરીને પણ વિરોધને ઉગ્ર બનાવ્યો છે. વર્લ્ડકપ દરમિયાન જડબેસલાક સુરક્ષા માટે બ્રાઝિલિયન સરકાર લગભગ ૮૬ કરોડ ડોલર જેવી માતબર રકમ ખર્ચી રહી છે. તો બીજી તરફ આ દેખાવકારોએ માથુ ઉચક્યું છે એટલે એની પાછળ પણ સૈન્ય અને પોલીસને લગાવવી પડી છે. કારણ કે, જો સુરક્ષામાં છિદ્રો હોય એવું જરાક પણ કોઈ દેશને લાગે અને પોતાની ટીમને પાછી બોલાવી લે તો વિશ્વભરના માધ્યમો આવડતનો યશ આપવાને બદલે અણ આવડતનો અપયશ આપી દે. એવો ફફડાટ બ્રાઝિલની આયોજન સમિતિને હોય એ સ્વાભાવિક પણ છે.